ગમે ને ગમે, ગમે ને ગમે, જીવનમાં સહુને એ તો ગમે ને ગમે
પોતાના કાર્યની પ્રશંસા જીવનમાં સહુને ગમે, ટીકા ના કોઈને એની તો ગમે
સફળતા તો જીવનમાં સહુને ગમે, નિષ્ફળતા જીવનમાં ના કોઈને ગમે
આનંદ જીવનમાં તો સહુનો ગમે, ચિંતા જીવનમાં તો ના કોઈને ગમે
પ્રેમ જીવનમાં તો સહુને ગમે, ક્રોધ જીવનમાં તો ના કોઈને ગમે
સાથ જીવનમાં તો સહુને ગમે, વિરોધ જીવનમાં તો ના કોઈને ગમે
નિર્મળતા જીવનમાં તો સહુને ગમે, કુટિલતા જીવનમાં તો ના કોઈને ગમે
લાભ જીવનમાં તો સહુને ગમે, નુક્સાન જીવનમાં તો ના કોઈને ગમે
પામવું જીવનમાં તો સહુને ગમે, ત્યજવું જીવનમાં તો ના કોઈને ગમે
પ્રશ્નોને પ્રશ્નો પૂછવા તો સહુને ગમે, ઉત્તર દેવા તો ના કોઈને ગમે
સંતોષ જીવનમાં તો સહુને ગમે, અસંતોષ જીવનમાં તો ના કોઈને ગમે
મુક્તિ જીવનમાં તો સહુને ગમે, બંધન જીવનમાં તો ના કોઈને ગમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)