કાચે ઘડે માડી, તમે ભર્યા રે પાણી, આ કરામત તમારી કેમ કરી વખાણવી
બન્યા પાકા, એ પહેલાં ગયાં અમે તૂટી, કરામત તમારી, આમાં અમને ના સમજાણી
ભર ઉનાળાના તાપે, હીમવર્ષા તમે વરસાવી, કરામત તમારી જગમાં નથી કાંઈ આ અજાણી
મારતાને મારતા રહ્યાં છો ભાગ્યની સોગઠી, ચાલ તમારી આ નથી કાંઈ સમજાણી
તેજસ્વી સૂર્યને પણ, કાળી કાળી વાદળીઓથી દીધો ઢાંકી, કરામત તમારી નથી કાંઈ અજાણી
ના કાંઈ કહ્યું ભલે રે તમે કોઈને, તોયે નજર બહાર રાખી નથી સહુની કર્મોની કહાણી
પૂરજોશથી વહી જાય છે જીવન અમારું રે વીતી, તોયે ગતિ અમને એની ના સમજાણી
સૌમ્યતાથી ભરેલો ભરેલો છે તું વિકટતાની, નિકટમાં પહોંચીએ જ્યાં સૌમ્યતા ના સમજાણી
દૃષ્ટિ છે અમારી સમજણ વિનાની, આપી દૃષ્ટિમાં દૃષ્ટિ સાચી, હર ચીજને પડે વખાણવી
સૂરે સૂરે પહોંચાય સૂરલોકમાં, આવી પહોંચ્યા મૃત્યુલોકમાં, એ સૂરીલી વાંસળી ના સમજાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)