રહ્યાં છો તમે સાચવતાને સાચવતા, રહ્યાં છો સદા તમે માફ કરતાને કરતા
કરી ના શકશે જગમાં તો આ બધું, પ્રભુ તમારા વિના કોઈ બીજું
રહ્યાં છો સદા યાદ કરતાને કરતા, રહ્યાં છો સદા અમારા ઉપર નજર રાખતાને રાખતા
રહ્યાં છો સદા તમે સાથેને સાથે, રહ્યાં છો સદા બધું અમારું પૂરું કરતાને કરતા
રહ્યાં જ્યાં મૂંઝાઈ, કર્યા દૂર મૂંઝારા, તૂટી પડયા જીવનમાં, કર્યા અમને ઊભાને ઊભા
સૂતા જ્યાં અમે મોહની નિંદ્રામાં, રહ્યાં એમાંથી તમે અમને તો જગાડતાને જગાડતા
રહ્યોને રાખ્યો દૂર અમે તને અમારાથી, કર્યા ના દૂર તોયે તેં અમને તારા હૈયાંમાંથી
સંજોગે સંજોગે જીવનમાં રહ્યાં અમે પડતાને પડતા, ઝાલી હાથ રહ્યાં અમને ઊભા કરતાને કરતા
તારી ઇચ્છાઓને ઇચ્છાઓના ધોધને, રહ્યાં સદા તમે એને તો ઝીલતાને ઝીલતા
પુકાર્યા હૈયાંમાં પ્રેમથી અમે રે જ્યાં, સદા આવ્યા તમે ત્યારે તો દોડતાને દોડતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)