અરે ઓ મારી ભાગ્યની રેખાઓ, થઈ જાઓ હવે સાવધાન તમે
કર્યો છે મક્કમ નિર્ધાર જીવનમાં, તમને તો ભૂંસી નાંખવાનો
દીધો આશરો મેં મારા હસ્તમાં તમને, નચાવ્યો ખૂબ એમાં તેં તો મને
પડી વાંકી ચૂંકી મૂજ હસ્તમાં, કરાવ્યા કંઈક અનેરા અર્થો એમાં તો તમે
વંચાવી લેખો એમાંથી મારા, ચુકાવી કેડી પુરુષાર્થની મારી તો તમે
પડી હસ્તમાં તો મારા, મિટાવી કેમ ના બરબાદી મારી તો તમે
મૂકી દીધી માઝા તો તમે, કરી છેડછાડ તમે મારા આયુષ્ય સાથે
કહ્યું કંઈકે પડયો છે ફલાણો ગ્રહ ખાડામાં, લાગ્યો હતો ખાડો મારો વહાવો એને
હૈયેથી તૂટી ગયેલાને આવી જીવનમાં યાદ તારી, ખૂબ સતાવ્યો તેં એને
લીધું નથી પાસે કાંઈ તારી, મેં તો તારી, છોડ ધંધો મારો, જાન ખાવાની તો હવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)