એકજ ચંદ્રની તો છે, આ બંને સ્થિતિ
અમાસના અંધકારમાંથી નીકળી લહર, રહ્યો પૂનમના પૂર્ણ તેજે પ્રકાશી
નથી કાંઈ આ બંને સ્થિતિ એવી, એકજ દિવસમાં તો એની સર્જાઈ
છે વિરોધાભાસ બંને સ્થિતિમાં, પણ છે આ એજ ચંદ્રની છે કહાની
કરી ના શક્યો દૂર જ્યાં એ પરમ પ્રકાશના અવરોધને, અમાસ એમાં સર્જાણી
નિયમ કહો કે કુદરત કહો, રહી બંને એની તો, એ સ્થિતિ બદલાતી
છે બંને સ્થિતિ તો જરૂરી, છે જગત કાજે તો એ બંને ઉપકારી
છે મનની પણ તો આવી સ્થિતિ, રહી છે જીવનમાં એ બદલાતી
એક રહે છે અંધકારમાં ડૂબેલું, રહે છે બીજું તો પ્રકાશને ઝંખતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)