હાસ્યથી આવકારતી સદા એ નજર, નજર એ બંધ થઈ ગઈ
એવા મીઠા હાસ્યથી, કોણ હવે મને આવકારશે
હતા નિકટ, નિકટતાની હૂંફ, જીવનમાં ના સમજાણી
હવે એવી નિકટતાની હૂંફ, જીવનમાં મને કોણ આપશે
સદા પ્રેમથી નવરાવતી હતી એ આંખો, હવે એ બંધ થઈ ગઈ
હવે મને એવા પ્રેમથી કોણ નવરાવશે, કોણ નવરાવશે
ઉર્મિભર્યા વહાલભર્યા શબ્દોથી, સદા મને જે સંબંધોના એ બંધ થઈ ગયા
હવે મને એવા વહાલભર્યા ઉર્મિભર્યા, શબ્દોથી કોણ સંબોધશે
સુખદુઃખ હૈયાંના મારા, કરતો હતો ખાલી, સ્થાન એ બંધ થઈ ગયું
હવે મારું સુખદુઃખ હૈયાંનું, ક્યા સ્થાનમાં ખાલી થઈ શકશે
હતી હરેક પ્રવૃત્તિ પર મારી, નજર એની, નજર એ બંધ થઈ ગઈ
હવે મારી બધી પ્રવૃત્તિઓ પર, કોણ એવી નજર રાખશે
સદા ઉત્સાહિત અને પ્રોત્સાહિત, કરતી એ નજર બંધ થઈ ગઈ
હવે પ્રોત્સાહિત અને ઉત્સાહિત, જીવનમાં અમને કોણ કરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)