પળેપળ ને પળની ઇંતેઝારી છે, ઇંતેઝારીને પણ ઇંતેઝારીની ઇંતેઝારી છે
જગમાં તો સહુ કોઈને તો કોઈને કોઈની, ક્યારે ને ક્યારે તો ઇંતેઝારી છે
જાણવાને તો સહુને પોતાના ભાગ્યમાં શું છે, એ જાણવાની તો ઇંતેઝારી છે
ફળતી નથી હરેક ઇંતેઝરી જીવનમાં, ઇંતેઝારી વિના ના કોઈ તો રહે છે
જીવનમાં જગમાં તો પ્રભુને મળવાની ને, પ્રભુને જાણવાની ઇંતેઝારી તો છે
ઇંતેઝારી વિનાનો મળશે ના જગમાં કોઈ માનવ, ઇંતેઝારી જગમાં એજ જીવન છે
ઇંતેઝારી ભુલાવી દે છે બંધન બધા સમયના, તાકાત સમય સામે ઝઝૂમવાની દે છે
હદ વટાવી જાય ઇંતેઝારી જ્યારે જીવનમાં, રુકાવટ ઊભી તો એ કરી જાય છે
કરી નથી ઇંતેઝારી કોઈએ જીવનમાં દુર્ગુણોની, તોયે એમાં સરકીને સરકી જાયે છે
જાગે જ્યારે હૈયાંને સાચી ઇંતેઝારી પ્રભુની, પ્રભુ ત્યાં, દોડતા દોડતા આવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)