કરી ભૂલો જીવનમાં અમે તો ઘણી ઘણી, શિક્ષા ભલે અમને એની તો દીધી
વગર ગુનાએ, વગર ગુનાએ, પ્રભુ શિક્ષા અડધી એની તેં કેમ લઈ લીધી
રડતું રાખી અંતર તો ખુદનું, અમારા મુખ પર હાસ્ય જોવા, તસ્દી શાને તેં લીધી
દૂર કે પાસ નથી તારે તો કાંઈ, દૂરની મજબૂરી, શાને તેં તો સ્વીકારી લીધી
ફુરસદ વિનાની તો છે પળો રે તારી, શાને અમારા કાજે, ફુરસદને પણ ફુરસદ દઈ દીધી
હેત વિનાના હાલરડા અમે તો ગાયા, શાને હૈયાં અમારા, હેતના હાલરડાથી ભરી દીધાં
અમારા હૈયાંના સુના સુના વનવગડામાં, તારા મધુર ટહુકાના ગુંજન સંભળાવી રહી
રાખ્યા અમે સદા તને પ્રેમમાં તો ઉપવાસી, શાને પ્રેમના પારણા દીધા અમને કરાવી
છીએ દુઃખને લાયક અમે તો જીવનમાં, તોયે સુખદુઃખની ગોળીઓ શાને દઈ દીધી
દેતાને દેતા રહ્યાં જીવનમાં અમને તો બધું, મળતા ઉઘરાણી શાને તમે ના કરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)