રહેવા જોઈએ ભંડાર જીવનમાં તો જે ભરેલા, રહ્યાં એ તો ખાલીને ખાલી
રહેવા જોઈએ ભંડાર જીવનમાં જે ખાલી, રહ્યાં જીવનમાં તો એ ભરેલાને ભરેલા
કરી કોશિશો હૈયાંમાંથી દુર્ગુણોના ભંડાર કરવા ખાલી, રહ્યાં એ તો ભરેલાને ભરેલા
ભાવોના ભંડાર રહ્યાં મારા ભરેલાને ભરેલા, જીવનમાં કરવા હતા સારી રીતે ખાલીને ખાલી
કરી કોશિશો સદ્ગુણોને ભરવા હૈયાંમાં, રહ્યાં એ ભંડાર તો ખાલીને ખાલી
કરી કોશિશો હૈયાંમાંથી વેરઝેરના ભંડાર કરવા ખાલી, કરી ના શક્યો એને ખાલી
અભિમાનના ભંડાર હૈયાંમાંથી કરવા હતા ખાલી, રહ્યાં ભંડાર એ ભરેલાને ભરેલા
વિચારોના ભંડાર કરવા હતા ખાલી, રહ્યાં વિચારોના ભંડાર તો ભરેલાને ભરેલા
ઇચ્છાઓના ભંડાર કરવા હતા ખાલીને ખાલી, રહ્યાં ભંડાર એના તો ભરેલાને ભરેલા
ચિત્તડું જ્યાં પ્રભુ ચરણમાં ચોંટયું, અવગુણોના ભંડાર થયા ખાલી, પ્રેમના ભંડાર ગયા ભરાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)