ભર્યું ભર્યું છે ભર્યું ભર્યું છે, જીવન અમારું તો ભર્યું ભર્યું છે
પૂછશો ના અમને, જીવન શાનાથી ભર્યું છે, જીવન અમારું ભર્યું ભર્યું છે
ઉપાધિઓની કમી નથી જીવનમાં, જીવન અમારું ઉપાધિઓથી ભર્યું ભર્યું છે
પળેપળથી તો છે જીવન બન્યું, પળેપળથી જીવન અમારું ભર્યું ભર્યું છે
થઈ ના ઇચ્છાઓ ખાલી જીવનમાં, ઇચ્છાઓથી જીવન અમારું ભર્યું ભર્યું છે
રહ્યું નથી જીવન વિચારોથી ખાલી, જીવન અમારું વિચારોથી ભર્યું ભર્યું છે
અહંમાં થઈ ના શક્યા ખાલી અમે જીવનમાં, જીવન અમારું અહંથી ભર્યું ભર્યું છે
દુઃખ દર્દ રહ્યું છે સદા સતાવતું જીવનને, જીવન અમારું દુઃખ દર્દથી ભર્યું ભર્યું છે
ભાવને ભાવમાં રમતા રહ્યાં જીવનમાં, જીવન અમારું ભાવથી ભર્યું ભર્યું છે
પ્રેમ વિના રહ્યાં ના, જીવ્યા ના જગમાં, જીવન અમારું પ્રેમથી ભર્યું ભર્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)