જોઈ શકશે નજર તારી ક્યાં સુધી, નજર પહોંચશે તારી ત્યાં સુધી
થાકથી કે અન્ય રીતે બંધ થાશે આંખ તારી, જોઈ શકશે નજર ત્યાં સુધી
અટવાઈ નજર જ્યાં કોઈ વિચારોમાં, ભેદી શકશે નજર, જઈ શકશે ત્યાં સુધી
ચડયા નજર પર પડળ જેના, નજર તો જોતી રહેશે એને તો ત્યાં સુધી
રહેશે મનડું જોવામાં જ્યાં સુધી, જોઈ શકશે નજર, નજર પહોંચશે ત્યાં સુધી
દુઃખ દર્દમાં રહેશે ના જો ડૂબેલું મનડું, નજર જોઈ શકશે, નજર પહોંચશે ત્યાં સુધી
જાગતી હશે જ્યોત જોવાની નજરમાં જ્યાં સુધી, નજર જોઈ શકશે, નજર પહોંચશે ત્યાં સુધી
હશે પ્રકાશની વસ્તું તો જ્યાં સુધી, નજર જોઈ શકશે, નજર પહોંચશે ત્યાં સુધી
રહેશે વસ્તુ ને નજર સ્થિર જ્યાં સુધી, નજર જોઈ શકશે, નજર પહોંચશે ત્યાં સુધી
રાખજે નજરને તું ચોખ્ખી, રાખજે તું ને તું એને, જોઈ શકશે નજર, નજર પહોંચશે ત્યાં સુધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)