છે અજબગજબની વાત અમારી રે પ્રભુ, ક્યાંથી એ તો કહેવી તને
દીધું જગને હવા, પાણી, તેજ મફતમાં, જગને તો એનાથી તેં ભરી ભરીને
કર્યા હકદાવા માનવે તો એના ઉપર, રાખી વંચિત એનાથી તો કંઈકને
બન્યા પ્યાસા જગમાં એ તો રક્તના, અન્યોન્યમાં સ્વાર્થથી તો ટકરાઈને
છે માલિક તું તો જગનો, રહ્યાં અંદરોઅંદર લડતા, માલિકીના દાવા કરી કરીને
શાંતિની વાતો તો રહ્યાં સદા કરતા ને કરતા, અશાંતિ જીવનમાં સદા જગાવીને
જાણે છે, બધું તારું, પડશે છોડીને જવાનું, રહ્યો છે મરતો, ભેગું કરી કરીને
કરતોને કરતો રહ્યો છે અન્યાય અન્યને, જગમાં તેં પ્રભુ નામ તારું લઈ લઈને
અનેક છે વાતો આવી તને કહેવા જેવી, કેટલી અમે તને હવે તો કહીએ
અજબગજબની છે વાતો અમારી રે પ્રભુ, ક્યાંથી કહેવી બધી એ તો તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)