ઊલટી ચાલ તો છે જગની, જગની ઊલટી ચાલને તું સમજી લે
સ્વાર્થ વિના ખૂલશે ના મોઠું તો જગનું, નાક જગનું દબાવતા શીખી લે
રહેશે ના કોઈ સ્થિર, સતત એના વિચારોમાં, સત્ય આ તો તું સમજી લે
વારાફરતી આવશે વારો જગમાં તો સહુનો, આ સત્યને જગમાં તું પચાવી લે
આજ છે જે ઉપર, રહેશે ક્યાં સુધી એ ઉપર, ના ખુદને એની તો ખબર છે
વિચાર વિના, તૈયારી વિના, ભરતો ના તું પગલાં, નિયમ આ અપનાવી લે
ઉતાવળની છે જીવનમાં જરૂર, પડે ના, કુહાડો પગ પર ઉતાવળમાં, લક્ષ્યમાં આ રાખી લે
ચિંતા વિનાનું નથી કાંઈ જીવન, ચિંતાઓને જીવનમાં હળવી તું બનાવી લે
કલગી વિનાનો મૂગટ તો ના શોભે, સદ્ગુણોની કલગી જીવનને લગાવી લે
ક્યાં સુધી રહેશે જગમાં કોઈ આપણાં, ગણતરી પાકી, એની તો તું કરી લે
વધવાનું છે જીવનમાં જ્યાં આગળ, જીવનને સંઘર્ષમય ઓછું તું બનાવી લે
પહોંચવું છે જીવનમાં તો જ્યાં, પહોંચવાનું તો છે ત્યાં આ વાતને જીવનમાં ના ભુલાવી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)