શક્તિ સામે શક્તિ, જીવનમાં તો જ્યાં ટકરાઈ ગઈ
હાલત જીવનમાં તો એ ધારણ કરનારની, બેહાલ બનાવી ગઈ
અંગ તો છે જ્યાં એ બંને શક્તિના, હાલ શક્તિને કફોડી એ બનાવી ગઈ
બંને શક્તિ રહી શક્તિને ખેંચતીને ખેંચતી, દશા અધવચ્ચે જોતી રહી
વારે ઘડીએ જ્યાં એ ટકરાતી રહી, યાદ રણમેદાનની એ અપાવી ગઈ
કાઢી ના શક્યા કચાશ જ્યાં એકબીજાનો, વારંવાર તો ટકરાતી રહી
નમી કે ના અપનાવી શકી એ બીજી શક્તિને એ ટકરાતીને ટકરાતી રહી
સુધરી ના હાલત બંનેની ધીરે ધીરે એ ક્ષીણને ક્ષીણ થાતી ગઈ
અહં ને ક્રોધના થાંભલે જ્યાં વિંટળાઈ રહી, માથું વારેઘડીયે ઊંચકતી રહી
કરુણા ને પ્રેમના આશરા લેવું ગઈ જ્યાં એ ભૂલી, નરમ ના એ રહી શકી
જીવનમાં ઉન્નતિ કાજે હતી તો એની જરૂર, પતનના પંથે એ તો વળી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)