નજરમાં તો જ્યાં ના એ તો આવ્યું, નજરમાં તો જ્યાં ના એ તો આવ્યું
હતું એ તો ત્યાંને ત્યાં, હતું ના કાંઈ એ તો મામુલી
હતી એ ભૂલ ઘણી રે મોટી, કર્યું જીવનમાં એ તો એવું
અફસોસના મોજા ઉછળ્યા હૈયે, કાંઈ ના, એ તો રોક્યું રોકાણું
પ્રેમતણા વાયદાઓમાં, બધી આવડતોનું, જીવનમાં ધોવાણ થયું
કરતાને કરતા રહ્યાં, ખૂલ્યુંના બારણું, દર્દ નિષ્ફળતાએ જગાવ્યું
અહં તણા જગમાં, ધીરે ધીરે, હૈયું પ્રવેશ જ્યાં એમાં તો પામ્યું
હતી બિનઆવડત જીવનમાં ઘણી ઘણી, કામ સફળતાને ના પામ્યું
આંગણું વિશ્વાસે જ્યાં ના પાંગર્યું, શંકાનું નીંદામણ જ્યાં ના થયું
પોતાના ઉપકારનું સ્મરણ સતત રહ્યું, ઉપકાર અન્યના વીસરાયું
પ્રભુના પ્રેમનું માધુર્ય હૈયું ના પામ્યું, ઉપકાર હૈયેથી જ્યાં ભુલાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)