ઓળખાણ પડતી ગઈ, ઓળખાણ પડતી ગઈ, ઓળખાણ થાતી ગઈ
ડગલે ને પગલે ઓળખાણ વધતી ગઈ, ઓળખાણ તો થાતી ગઈ
સમય સમય પર સમયની ઓળખાણ થઈ, સમય ઓળખાણ આપી ગઈ
અક્ષરો લખાયા જીવનના જગમાં, ઓળખાણ જીવનની એ આપતી ગઈ
સંબંધો તો સ્થપાતા ગયા, સંબંધો તો, સંબંધોની ઓળખાણ આપતી ગઈ
ઓળખાણ વધતીને વધતી ગઈ, ઓળખાણની ઓળખાણ થાતીને થાતી ગઈ
કદી ઓળખાણ તો, એને ને એને, જીવનમાં, અજાણ્યા તો બનાવતી ગઈ
કદી ઓળખાણ તલસતું કોઈકનું હૈયું, ઓળખાણ વિના એ રહી ગઈ
જીવનમાં ઓળખાણના ક્રમ ચાલુ રહ્યાં, ઓળખાણ વિનાના દિન ના ગયા
અન્યને અન્યની ઓળખાણ કરવામાંને કરવામાં ખુદની ખુદ ઓળખાણ રહી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)