દેખી પંખીને હવે એમાં તું શું કરશે (2)
પલાળ્યાં હશે કર્મો તેં જેવા, જીવનના ઘાટ એવાં એ તો ઘડશે
પલાળ્યું હશે એમાં જેવું ઝાઝું તે પાણી નરમ ઘેંશ જેવું એ રહેશે
પડયું હશે પાણી એમાં જો થોડું, ઘાટ ઘડવા લાયક એ તો રહેશે
હશે વિચારો ને ઇચ્છાઓના હથોડા પાસે તારી, ઘાટ એનાથી તો ઘડાશે
પાપપુણ્યના કર્મોના પાણીથી પલાળ્યાં, ઘાટ એમાં ઘડાવતાને ઘડાતા જાશે
મારા તારાની ગઈ છે વેળા વીતી, રમત એની ક્યાં સુધી કરતો રહેશે
દુઃખના, દર્દના ઊઠશે જીવનમાં કોલ્લાં, માવજત એની ક્યાં સુધી તું કરશે
કર્મોના ઉઝરડા ઊંડા જેવા જેટલાં હશે, દર્શન જીવનનું એવું એનાથી મળશે
કર્મો કાં દઝાડશે તને, કાં જીવનને શીતળતા જગમાં તો આપી જાશે
કર્મો વિના નથી તું કાંઈ કોરો, કર્મો જીવનમાં તારા, બોલતાંને બોલતાં જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)