ધડકને ધડકન હૈયાંની જો બોલતી જાય, સૂરો પ્રભુના એમાંથી નીકળતા જાય
જીવન જીવ્યું તો ધન્ય ગણાય (2)
દૃષ્ટિમાંથી નિર્મળતા જો વહેતી જાય, દૃષ્ટિ અન્ય તાપ જો હરતી જાય
શુભ વિચારે ને શુભ કાર્યો જીવનમાં થાતા જાય, સફળતા તો પગલાં ચૂમતી જાય
મંઝિલ પ્રાપ્ત કર્યા વિના, બીજી મંઝિલ પર નજર ના જાય, મંઝિલો સર થાતીને થાતી જાય
નજરેનજરમાં બધા પ્રભુના રૂપો દેખાય, હૈયાંમાં પ્રભુદર્શન વિના બીજી ઇચ્છા ના થાય
કરે કરાવે છે બધું તો પ્રભુ, ભાવ એ સ્થિર થાય, વિચાર ને વાણીથી અહિત કોઈનું ના થાય
સફળતા નિષ્ફળતામાં હૈયું સ્થિર રહેતું જાય, શ્વાસે શ્વાસે પ્રભુનું તો સ્મરણ થાય
જીવવું છે જીવન એવું, દુશ્મનાવટ ત્યજીને જીવનમાં સહુ મિત્રને મિત્ર બનતા જાય
રાખવું છે જીવન વિશુદ્ધ તો એટલું કુદરત રહસ્ય તો એના ખોલતીને ખોલતી જાય
વિશુદ્ધતાની ટોચને તો જીવન અડકી જાય, દર્શન દેવા પ્રભુ દોડયા દોડયા આવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)