વર્તન તો તારા તેં સુધાર્યા નહીં, અન્યના દોષ કાઢવા તું શાને બેઠો છે
પ્રેમના ઝરણાં તો તેં વહાવ્યા નહીં, વેરને આમંત્રણ તો જ્યાં દઈ બેઠો છે
સમજશક્તિથી મ્હોં ફેરવી લીધું તેં જીવનમાં, સમજણની બૂમો પાડવા શાને બેઠો છે
કર્યું ના પ્રભુનું કહ્યું તેં તો જીવનમાં, ફરિયાદ પ્રભુને કરવા તું શાને બેઠો છે
દુઃખ દર્દથી ચિત્કારી ઊઠયો છે તું જીવનમાં, દાવત દેવા એને તું શાને બેઠો છે
ચાખવા છે ફળ વિશ્વાસના જ્યાં તારે, હૈયાંમાં શંકાઓ સંઘરીને તું શાને બેઠો છે
દોરવું છે વ્યવસ્થિત ચિત્ર જીવનનું તારું, આડાઅવળા લીટા પાડવા તું શાને બેઠો છે
કર્મ ભલે છે તારાથી બે ડગલાં આગળ, ભાગ્ય આગળ નમી જવા તું શાને બેઠો છે
કુદરતના કંઠે કંઠમાં છુપાયું છે ગાન મુક્તિનું બંધનથી બંધાવા જગમાં તું શાને બેઠો છે
તારાને તારા કર્મો ભોગવવાની આવી છે વારી, ભોગવવા ટાણે હવે રડવા તું શાને બેઠો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)