કરવી નથી ફરિયાદ જીવનમાં, તોયે ફરિયાદ તો ઊભીને ઊભી છે
દઈ શક્તા નથી ક્રમ જીવનમાં એને, ધસમસતી એ તો ઊભીને ઊભી છે
ચાહે છે લક્ષ્ય ખેંચવા પોતા તરફ, સહુ એકસામટી એ તો ધસે છે
ફરિયાદમાં છે કદી વિવિધતા, કદી પુનરાવર્તનને પુનરાવર્તન થાતું રહે છે
વાણી એકરાર કરે કે ના કરે, અંતરમાં પડઘા એના તો ઊઠે છે
સંતોષની સાધના જીવનમાં જ્યાં સાધી નહીં, પડઘા હૈયાંમાં એના તો પડે છે
દુઃખ દર્દ દીવાલ બની જ્યાં ઊભે છે, ફરિયાદમાં પરિણામ એનું આવે છે
રહેવું છે જાગૃત તો જીવનમાં, આદત જીવનમાં એની તો ના પાડી જાયે છે
ફાયદા, ગેરફાયદાની ગણતરીમાં પડયા જ્યાં, જીવનમાં સરકી એમાં જવાયે છે
કર્મ બની જાય ફરજ જીવનમાં જ્યાં, ફરિયાદ તો ત્યાં ઘટતીને ઘટતી જાયે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)