છે જગત તો એક શંભુ મેળો, છે એ વિવિધતાથી તો ભરેલો
મળશે કોઈ ઊંચો કે કોઈ નીચો, મળશે કોઈ કાળો કે કોઈ ગોરો
હશે કોઈ એમાં પાતળો, હશે તો કોઈ જાડો, હશે કોઈ તાડ જેવો, તો કોઈ વડ જેવો પહોળો
હશે કોઈ તો એમાં મનનો તો ચોખ્ખો, હશે કોઈ તો મનનો મેલોને મેલો
હશે કોઈ હરેક વાતે તો વાંકોચૂંકો, હશે તો કોઈ સરળતાથી તો ભરેલો
હશે કોઈ વ્યવહારમાં ખૂબ રચ્યોપચ્યો, હશે કોઈ ભક્તિભાવમાં ડૂબેલો
હશે કોઈ પુણ્યભાવથી ભરેલો, હશે તો કોઈ પાપમાં તો ડૂબેલો
હશે કોઈ સમજદારીથી ભરેલો, હશે તો કોઈ બેજવાબદારીથી ભરેલો
હશે કોઈ તો ક્રૂરતાથી તો ભરેલો, હશે કોઈ તો દયાભાવથી ભરેલો
છે જગત તો આવો શંભુ મેળો, છે એ તો વિવિધતાનો તો જમેલો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)