રમત રમી રહ્યો છે શાને તું તો આવી, હૈયાં સાથે તો તારા
છે ખાત્રી તને તો શું તારી, એની તો તારા હૈયાંમાં, તારા હૈયાંમાં
લઈ ના શક્યો નિર્ણયો જીવનમાં તો તું, રહ્યો બદલતો એને જીવનમાં
ઉઠાવી શકશે ભાર ઇચ્છાઓનું હૈયું તારું, લાધ્યા ભાર એના શાને હૈયાંમાં
સહન કર્યા છે ભાર અનેક એણે હૈયાંમાં, લાદી રહ્યો છે ભાર વધુ શાને જીવનમાં
દુઃખ દર્દ કર્યું તેં તો ઊભું, કર્યા હાલ બેહાલ એમાં તેં તો હૈયાંના
રઝળતું રાખી હૈયાંને તારા, રહ્યો છે મનડાં પાછળ ફરતોને ફરતો જગમાં
કાચું હૈયું તારું, બન્યું નથી પાકું, શાને ચડાવી રહ્યો છે કસોટીએ એને તું જગમાં
ધબકી રહ્યું છે દઈ જીવંતપણાની નિશાની, જોજે ભાંગી ના જાય એ ખોટી તાણમાં
ઓળખી ના શક્યો રહી રહીને એની સાથે, મૂંઝાતો રહ્યો છે, ગમાઅણગમાની એની પરિભાષામાં
તનડું તારું, હૈયું તારું, મેળવી નથી શક્તા કેમ, જીવનના તાલ તારા, તાલમાં એના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)