સાવધાન, સાવધાન, સાવધાન, (2)
થઈ જાજે સદા જીવનમાં રે તું, રહેજે સદા જીવનમાં રે તું
જાગૃત રહેજે સદા તું જીવનમાં, જાગૃતિમાં જીવનમાં સદા રહેજે રે તું
ચૂક્તો ના તારું તું મેદાન, તારું નિશાન, લક્ષ્ય વિંધવામાં રહેજે રે તું
રાખજે વિચારમાં એકાગ્રતા તો તું, એકાગ્રતામાં સદા રહેજે રે તું
કાપવાનો છે અફાટ પંથ તો તારે, રહેજે શક્તિમાં સદા રે તું
બની જાજે વિધાતા તો તું તારો, રહેજે મક્કમતામાં સદા રે તું
છે તર્ક વિતર્કની જરૂર તો જીવનમાં, રહેજે સદા એમાં તો તું
લાગણીઓના પૂર રહેશે વહેતા ને વહેતા સદા જીવનમાં રહેજે સદા એમાં તો તું
ખરા ખોટાની કરવી પડશે સાચી પહેચાન, રહેજે સદા એમાં તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)