પ્રભૂ તો છે તારાને તારા, બીવાની એનાથી તો કાંઈ જરૂર નથી
હશે કર્મો જો તારા, આડા અવળા, બીક એની, લાગ્યા વિના રહેવાની નથી
કર્યા યાદ કયારે તેં એને સંકટ વિના, જીવનમાં એ ભૂલવાનું નથી
કર્યું કહ્યું પ્રભુનું જ્યાં તેં તો જીવનમાં, ડરવાનું ત્યાં કોઈ કારણ નથી
છે જ્યાં ઇચ્છા મેળવવાની હૈયાંમાં, બીક ઊભી કર્યા વિના એ રહેવાની નથી
અંતરમાં તારા હશે ભરરરરરરરરરી જ્યાં કાળપ, બીક લાગ્યા વિના એની રહેવાની નથી
સંશયભરી નજરે, જોઈશ જ્યાં તું પ્રભુને, બીક એની લાગ્યા વિના રહેવાની નથી
હશે હૈયું જ્યાં તારું તો સાફ, કર્મો હશે જ્યાં સાફ, એનાથી બીવાની જરૂર નથી
દુઃખ દર્દને દેવી નથી જ્યાં, કરવી નથી ફરિયાદ એની, બીવાની ત્યાં જરૂર નથી
છે જ્યાં એને તારા રાખવા છે બનાવીને તારા, એનાથી બીવાની ત્યાં જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)