ઓઢાડી ભવોભવની અમને રે ઓઢણી પ્રભુજી રે વહાલા, સંસારમાં તમે ક્યાં છુપાણા
સમજ્યાં ના અમે જીવનમાં રે, છુપાયા છે તમારામાં તો, એના રે તાંતણા
સમજણે સમજણે વર્ત્યા અમે સંસારમાં, જીવનમાં અમે તોયે તને ના સમજ્યાં
દઈ દઈ નામ પ્રાર્થનાના, રહ્યાં કરતા વ્યક્ત અમે, અમારા અંતરના રે રોદણા
કર્મે કર્મે વિંટળાયા એના રે તાંતણા, રહ્યાં અમે છોડતા, નવા ત્યાં તો બંધાયા
તાંતણા છોડવામાંને બાંધવામાં, સમય વ્યસ્ત થાતા, પ્રભુજી એમાં તમે વીસરાણા
તાંતણાને તાંતણાને છોડવામાં જીવનમાં, અમારા અંતરના જળ ડહોળાયા
અલગતાને અલગતામાં જીવનભર રાચ્યાં, એકતાના એમાં ના અમને સમજાયા
નિતનવા તાંતણા મનમાં પ્રગટાવી, નિતનવા થયા મનમાં તો ધીંગાણા
મનડાંની ને મનડાંની દોરીએ રહ્યાં ભટકતા, અટકતા દોર એના જ્યાં તુજમાં સમાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)