જીવન તો એક, તારીને તારી સાથેનો તો સંઘર્ષ છે
એ સંઘર્ષમાંથી, અન્યની સાથે, સંઘર્ષો એમાં સર્જાતા જાય છે
થાવા ના થાવામાંથી, કરવા ના કરવામાંથી સંઘર્ષ સર્જાતા જાય છે
વિચારોમાં મતભેદો જાગ્યા, સંઘર્ષની શરૂઆત ત્યાં થઈ જાય છે
ધાર્યું ના ધાર્યું થયું, સંઘર્ષ ત્યાં એમાં તો ઊભો થઈ જાય છે
જરૂરિયાત વિનાની જરૂરિયાત કરીએ ઊભી, સંઘર્ષને નોતરું દેવાઈ જાય છે
જાણ્યું ના જીવનને સાચી રીતે, માણ્યું ના જીવન સાચી રીતે, સંઘર્ષ સર્જાઈ જાય છે
ઇર્ષ્યાના જોર જ્યાં વધ્યાં જીવનમાં, સંઘર્ષ ઊભા કરતા એ તો જાય છે
ક્રોધને રાખ્યો ના કાબૂમાં જીવનમાં, સંઘર્ષ ઊભો એ તો કરી જાય છે
વેર તો છે સંઘર્ષનું સ્વરૂપ જીવનમાં, ખોટી દિશામાં એ તો તાણી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)