મુબારક હો તમને, તો તમારી ઇચ્છાઓ
અમને તો પ્યારી છે અમારી ઇચ્છાઓ, અમારી ઇચ્છાઓ
રહી છે ભલે દોડાવતી જીવનમાં સદા એ તો અમને
દઈ રહી સદા ગતિ, એ તો અમારા જીવનને
નાની કે મોટી જાગી છે જ્યાં, અમારા હૈયાંમાં એ તો
થઈ છે કંઈક ફલિત, રહી છે કંઈક ખાલી અમારી ઇચ્છાઓ
ટકરાઈ ભલે અન્યની ઇચ્છાઓ સાથે, લાગે છે પ્યારી અમારી ઇચ્છાઓ
જઈએ ઘેરાઈ ભલે અમે એમાં તો એવા, છોડીએ નહીં તોયે અમારી ઇચ્છાઓ
ભૂલીએ જીવનમાં ઘણું ઘણું, ભૂલીએ ના જીવનમાં કરવી ઇચ્છાઓ
રહ્યાં પ્રકાર સદા એ તો બદલતી, રહે સદા નચાવતી અમને અમારી ઇચ્છાઓ
જાગી ના જાગી, કદી જાય શમી, જાગે પાછી કોઈ એવી ઇચ્છાઓ
રહી અમને આશા નિરાશાઓમાં, ડોલાવતી અમને અમારી ઇચ્છાઓ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)