હતા પાસે તો જ્યારે, કરી ના કદર તમે તો ત્યારે
કરી કદર જગે તો જ્યારે, હવે પાસે શાને તમે દોડી આવ્યા છો
દેવાની તૈયારી હતી અમારી જ્યારે, કરી ના દરકાર તમે તેની ત્યારે
જગ જ્યાં હવે એ લૂંટી રહ્યું છે, તમે ત્યારે શાને હવે દોડી આવ્યા છો
હતા જ્યારે પાસે, ફુરસદ ના હતી અમ ઉપર જોવાની તમને ત્યારે
હવે દર્શન કરવા ઝંખના લઈ પાસે આવ્યા છો હવે તમે તો શાને
દુઃખ દર્દમાં દિલાસા દીધા અમે, હૈયાંમાં ખટક્યું તમને એ ત્યારે
હવે દુઃખ દર્દ લઈને તમારા, પાસે અમારી દોડી આવ્યા છો શાને
કંચન વિનાના હતા અમે જ્યારે, કંચનના ખણખણાટમાં રમ્યા તમે ત્યારે
હવે કંચન પગ ચૂમતી આવી છે જ્યારે, પાસે શાને તમે હવે દોડી આવ્યા છો
શક્તિ ના હતી કોઈ પાસે તો જ્યારે, કર્યું શક્તિનું પ્રદર્શન તમે તો ત્યારે
હવે શક્તિ પગ ચૂમતી આવી છે જ્યારે, શાને હવે તમે પાસે દોડી આવ્યા છો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)