માની શક્તો નથી, ધારી શક્તો નથી, છું અંશ હું પ્રભુનો, એ સમજાતું નથી
છું અવગુણોનો ભંડાર હું, અવગુણો જીવનમાં હું છોડી શક્તો નથી
છું એક દીધેલો આકાર તો હું, છો પ્રભુ તમે તો નિરાકાર
છું બંધનોથી તો બંધાયેલો હું, છો નિર્બંધ તમે તો પ્રભુ
છું લોભ લાલચનો અવતાર તો હું, છો તમે નિર્લેપ નિરાકાર તો પ્રભુ
છું મમત્વમાં તો ડૂબેલો હું, નથી કરી શક્તો એકરાર એનો તો હું
છું અનેક વાતોમાં અધૂરો તો હું, છું દુઃખથી ભરેલો તો હું
છું અનેક વાતોથી તો અજાણ્યો હું, છો પ્રભુ સર્વ વાતોમાં જાણકાર તો તું
છું અંધકારમાં તો ડૂબેલો હું, છે પ્રકાશનો ભંડાર તો તું
છું અસ્થિરતાનો અવતાર તો હું, છો અવિચલ સ્થિર તમે તો પ્રભુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)