અકારણ સંસારમાં, મુજ પર હેતથી વાદળીઓ કેમ વરસતી જાય
અગ્નિ વરસાવતી આંખો, મુજ પર આજ શીતળતા કેમ એ દેતી જાય
ગણું એને પુણ્યનો ઉદય કે ક્ષય પાપનો, કારણ એનું તો ના સમજાય
દુઃખ દર્દ તો છે અંગ જીવનના, એના વિના તો જીવન ના કહેવાય
અનેક રસો છે ભર્યા જીવનમાં, વહેશે ક્યારે કયો, ના એ તો સમજાય
મળશે ના સ્વાદ બધા રસોનો જીવનમાં, ત્યાં તો જીવન અધૂરું રહી જાય
એક જ સૂર્યમાંથી નીકળતો તાપ, જુદા જુદા સમયે તો જુદો વરતાય
પાપપુણ્યની વાદળી જીવનમાં, જેમ ખસતી જાય, અનુભવ જુદા જુદા થાય
અનુકૂળ રસ પીવાનો અનુભવવા, સહુ કોઈ જીવનમાં એ તો ચહાય
ગોતશો કારણ, મળશે જુદા જુદા, કારણ સાચું એમાં તો કયું ગણાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)