બચી જાવું છે, બચી જાવું છે જીવનમાં, જીવનના તોફાનોથી મારે બચી જાવું છે
હતો તૈયારી વિનાનો, હતો કોઈ સાથ વિનાનો, હતો અનુભવ વિનાનો
ઝડપાઈ ગયો અચાનક હું તો તોફાનોમાં, જીવનના તોફાનોમાંથી મારે બચી જાવું છે
અજાણી દિશાઓમાંથી રહ્યાં આવતાને આવતા તોફાનો, એમાંથી મારે બચી જાવું છે
રાહ ભૂલેલો હું તો હતો, ચકરાવે ચડેલો હું તો હતો, ચિંતાઓમાં ગરકાવ થયેલો હતો
મનના તોફાનોનો ભોગ બનેલો હું તો હતો, એમાંથી મારે તો બચી જાવું છે
અનુભવે કાચો હું તો હતો, સફર ખેડી રહ્યો હતો, તોફાનોમાંથી મારે બચી જાવું છે
દુઃખની દુનિયામાં પ્રવેશી ચૂક્યો હતો, સુખની દુનિયામાં પ્રવેશ મારે લેવો હતો
ધારણા વિનાનો પથ તો મારો હતો, તોફાનોમાંથી મારે તો બચી જાવું છે
કરીશ સહન ક્યાંથી બોજો હું તો તોફાનોનો, તોફાનોમાંથી મારે તો બચી જાવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)