પાપપુણ્યને તો છે કર્મોનો તો આધાર, દેવા ફળ, થયા છે એ તો તૈયાર
બચીશ ક્યાંથી એમાંથી તો તું, હશે પડછાયા એના તો જો જોરદાર
તારા જીવનની સુખદુઃખની ધારાને તો છે એનો ને એનો રે આધાર
દેતાને દેતા ફળ એ તો રહેશે, હશે જેનો ને જેટલો તું તો લેણદાર
હશે જોર જેનું રે ઝાઝું, ગણાશે જગમાં એવો તારો રે અવતાર
તારાને તારા કર્મો તો જીવનમાં, બનશે તને પ્રભુ પાસે પહોંચાડનાર કે રોકનાર
સમજી વિચારી સંયમ જાળવી, થાશે કર્મો, બનશે તારો પથ એ ઉજાળનાર
દોષ કાઢે છે અન્યનો તું શાને, જ્યાં છે તું ને તું તો તારા કર્મોનો કરનાર
તારાને તારા કર્મો તો જીવનમાં, બનશે તને ને તને તો એનું રે ફળ દેનાર
સોંપવા છે કર્મો તો જેના ચરણે તારે, બનજે એમાં તારું ચિત્ત તું જોડનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)