ક્યા તાંતણે સાંધું, તારી સાથે તાંતણા રે મા, એકવાર સમજાવ મને તો તું આ
છે સમજદાર તો તું રે મા, પૂરો નાસમજ છું હું રે મા, સાંધું કેમ કરીને તાંતણા રે મા
તૂટયા છે તાંતણા, તારાને મારા રે જ્યાં, કેમ કરીને સાંધું એને રે હું તો મા
નથી રહ્યો જ્યાં હું તો મારા કાબૂમાં, કેમ કરી બાંધી શકું તાંતણા તારી સાથે રે મા
તારા તાંતણે તાંતણે પ્રગટે અજવાળું રે મા, હું તો ડૂબેલો છું અંધકારમા રે મા
સાંધું ને એ તો તૂટે રે જ્યાં, એવા નબળા તાંતણાનું મારે શું કામ છે રે મા
છે અનેક તાંતણા તારા રે મા, એમાથી કયો તાંતણો સાંધું તમારી સાથે રે મા
કાં તો અજાણ્યો છું રે મા, કાં વિસ્મૃતિભ્રમમાં છે રે મા, સ્મૃતિ જગાડ મારી રે મા
તાંતણે તાંતણા જ્યાં સંધાશે રે મા, આવ જા થાશે તારી પાસે તો મારી રે મા
એકવાર સમજાવો મને રે મા, કેમ કરી સાંધું તાંતણા તમારી સાથે રે મા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)