છે અને નથીના, સંગમ તો થાતા નથી (2)
કાં તો છે, એ તો છે, કાં નથી, એ નથી, સંગમ એના તો થાતા નથી
છે ઊભું તો વાસ્તવિક્તાની ધરતી ઉપર, નથીમાં તો છે કાલ્પનિક ભૂમિ
આ બે ભૂમિના સંગમ તો થાતા નથી, સંગમ એના તો થાતા નથી
વાસ્તવિક દર્દની મળશે રે દવા, કાલ્પનિક દર્દની દવા તો હોતી નથી
દેખાય ભલે સંગમ તો એના, આભાસ વિના બીજું એ હોતું નથી
આભાસના રંગો કરી જાય ભલે મનોરંજન, સંગમ તોયે હોતા નથી
દેખાય છે આકાશ ને ધરતીનું મિલન, આભાસ વિના બીજું એ કાંઈ નથી
પૂરે છે આભાસ એના, ઉષાને સંધ્યારૂપી સાથિયા, તોયે મિલન એના થયા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)