વિસ્મૃતિના ઊંડા સાગરમાં ડૂબી ગયો છું, સ્મૃતિનું એક તરણું એમાંથી શોધું છું
અનેક જન્મોની છે વિસ્મૃતિ તો જ્યાં, કોઈ જનમની એમાંથી, સ્મૃતિનું તરણું શોધું છું,
છે પ્રભુની ઇચ્છા વિરુદ્ધનું એ કાર્ય કે નહીં, ના એ કાંઈ હું તો જાણું છું
છે ઇંતેજારી જાણવાની તો હૈયાંમાં, એના આધારે ને આધારે, જીવનમાં હું એ તો શોધું છું
જાણવું ના જાણવું, છે શું એ હિતમાં તો મારા, ના કાંઈ એ, હું તો જાણું છું
રહી રહીને જાગી જાય છે, ક્યારેક કોઈ સ્મૃતિ મનમાં, એના આધારે હું તો ચાલું છું
જોડતો નથી કોઈ સ્મૃતિને આ જન્મમાં, કર્મોના કારણને, સ્મૃતિમાં હું તો શોધું છું
કર્મોની ગૂંથણીની ભૂલ ભુલામણીથી, સ્મૃતિનો તાંતણો, હું તો શોધું છું
કારણો દુઃખના જડયા ના જ્યાં, બીજા પૂર્વજનમની સ્મૃતિમાં તાંતણા હું તો શોધું છું
સંબંધોને સંબંધો બંધાયા ને વિખરાયા જીવનમાં, ઋણાનુંબંધના તાંતણા હું તો શોધું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)