નકારો ના જીવનના સત્યને જીવનમાં, ના ફાયદો મળશે એમાં જીવનમાં
ફાયદાને ફાયદામાં રાચતો જીવનભર જીવનમાં, છે પૂર્ણ ફાયદો સત્યમાં જીવનમાં
અવગણીને સત્યને જીવનમાં, હાંસલ કરીશ ના કાંઈ જીવનમાં, છે સત્ય આ તો જીવનમાં
ત્યજીને મહાન આદર્શો તો જીવનમાં, બની જઈશ વામણો ત્યાં તો તું જીવનમાં
દુઃખ દર્દની દવા તો છે સત્ય જીવનમાં, આધાર અસત્યોનો કરશે ઊભા દુઃખો જીવનમાં
રાહત કે રમત છે સત્યની જીવનમાં, પાર પાડજે રમત સત્યની તું જીવનમાં
સત્ય તો છે પ્રભુ, નજદીકતા પ્રભુની, સમજી લેજે આ આયને તું જીવનમાં
તું તો સત્ય છે, સત્ય એક પ્રભુ છે, ઉતારજે રગેરગમાં આ સત્યને તું જીવનમાં
નથી કાંઈ અલગ તું પ્રભુથી, અલગને અલગ પડી કેમ ગયો પ્રભુથી તું જીવનમાં
પરમ સત્ય વિના નથી બીજું સત્ય જગમાં, સમજી લે, જીવનના આ સત્યને તું જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)