ખોટીને ખોટી રીતોથી કરી શરૂઆત, સાચા મારગની આશા કેમ રખાય
શરૂ શરૂના પગથિયાં ચડયાં જ્યાં ખોટા, કેમ કરી એમાં તો સાચને પહોંચાય
ખોટી વાતો ને ખોટા સાથથી, નીકળ્યા માપવા સાચને, કેમ એ તો મપાય
ખોટાને ને ખોટાને, ગળે લગાડતાં જાય, સાચ ત્યાંથી તો દૂર ભાગી જાય
બનતું નથી સાચાને ને ખોટાને જ્યાં, ત્યાં ખોટાને કેમ કરી ગળે લગાડાય
સાચુંને ખોટું મળશે જગમાં તો બંને, સમજી વિચારીને તો અપનાવાય
ખોટાને ખોટાના ખડકીને ડુંગરો જીવનમાં, મોતી સાચના જીવનમાં કેમ મેળવાય
સાચાને ખોટું, ને ખોટાને સાચું, કરવાની રમત જગ તો રમતુંને રમતું જાય
ખોટુંને ખોટું કરવામાં ને કરવામાંથી, જગમાં તો જૂઠાણાની તો શરૂઆત થાય
ખોટું તો રહેશે ખોટું, સાચું તો રહેશે સાચું, ના સ્વીકારવાથી કાંઈ એ બદલાઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)