જીવનની કંઈક ચીજો પર, નથી કોઈ નિયંત્રણ તો મારું
રોક્કળ કરી જીવનમાં તો એની, કરું છું પ્રદર્શન એમાં તો લાચારીનું
કુદરત પર હોય ના નિયંત્રણ મારું, મારા તનડાં પર મારું નિયંત્રણ નથી
નથી જાવું કાંઈ આઘે, છે જે સાથે, છે શું એના પર કોઈ નિયંત્રણ મારું
મનડું છે સાથે, કહું છું મારું પણ એના પર કોઈ મારું તો નિયંત્રણ નથી
વિચારોને વિચારોમાં રહું મશગુલ, વિચારો પર નથી કોઈ નિયંત્રણ મારું
ભાવોને ભાવોમાં તણાઉં હું તો, ભાવો પર નથી કોઈ નિયંત્રણ મારું
ઇંદ્રિયોમાં બન્યો છું લાચાર હું, નથી કોઈ નિયંત્રણ એના પરતો મારું
વગર વિચારે શબ્દો તો ઉચ્ચારું, રહ્યું નથી એના પર કોઈ નિયંત્રણ મારું
જીવનને ગણ્યું ને જીવ્યો, હતું એ તો મારું, મરણ પર નથી કોઈ નિયંત્રણ મારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)