લઈ ગઈ, લઈ ગઈ, લઈ ગઈ, ક્યાંને ક્યાં, એને એ તો લઈ ગઈ
જરાસી વાત હતી, મુખેથી નીકળી, હવા એને ક્યાંને ક્યાં તો લઈ ગઈ
નીકળી જ્યાં એ એક મુખથી, બીજા કાન સુધી એ તો પહોંચી ગઈ
રહી ના એ તો ત્યાં, ત્યાંથી એ તો નીકળી, ફેલાતીને ફેલાતી એ ગઈ
ના ક્યાંય વચ્ચે એ તો અટકી, ફેલાતીને ફેલાતી એ તો ગઈ
નીકળી હતી એ તો જે રીતે, ઉમેરો એમાં એ તો કરતીને કરતી ગઈ
હતો ન કોઈ તો ઉદ્દેશ એમાં, ઉદ્દેશ એમાં ઊભો એ તો કરતી ગઈ
મુખે મુખેથી જ્યાં વહેતી એ થઈ, એવીને એવી ના એ તો રહી ગઈ
પેટમાં તો જ્યાં ના એ તો ટકી, વહેતીને વહેતી એ તો થઈ ગઈ
ફરી ફરી આવી પાછી એ તો જ્યાં, આશ્ચર્યમાં ત્યાં નાખી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)