કહી દે, કહી દે, હવે રે કહી દે, હવે તો તું કહી દે રે એને
નથી ચાલવાનું તારું, નથી ચાલવાનું તારું, જાગી ગયા છીએ જ્યાં અમે
વેળા વેળાની વાત હતી, તું નચાવે તેમ, નાચતા હતા એમાં તો અમે
પડશે કરવું, કહીએ જે અમે, નથી કરવાના તારું ધાર્યું હવે તો અમે
છોડ હવે બધા રસ્તા તો એ તારા, દેતી નથી શોભા એ તો તને
રહેજે તૈયાર તું, કરવા ધાર્યું અમારું, જાગી ગયા છીએ હવે તો અમે
દેવું પડશે રે માન તારે અમારી ઇચ્છાને, પડશે કરવું, કહીએ અમે તો તને
કરી કોશિશો સદા ખેંચવા અમને, ના ખેંચાશું કાંઈ હવે તો અમે
થયા દુઃખી દોડી દોડી તારી સાથે, પડશે રહેવું હવે તારે અમારી સાથે
પહોંચવું છે જ્યાં જ્યાં ધારીએ અમે, પડશે આવવું, તારે તો અમારી સાથે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)