એક વાત તેં તો એવી કરી, ખળભળાટ હૈયાંમાં ગયો એમાં તો મચી
હરેક વાત કરી તેં તો વિચારી વિચારી, શાને આ વાત હૈયાંમાં ના છુપાવી
હતું ના કોઈ વેર એવું, કહી આ વાત, ધમાચકડી હૈયાંમાં તેં તો મચાવી
સાચાખોટાના પુરાવા શોધું ક્યાંથી, છે જ્યાં એનો તું એકલો એક સાક્ષી
હર્યા ભર્યા હૈયાંના હાસ્યમાં જાણે, સોનાની થાળીમાં લોઢાની મેખ તેં મારી
હતો શું ઉદ્દેશ એમાં તો તારો, મારા મૂંઝાયેલા મનને સમજ આ ના પડી
હર્યા ભર્યા જીવનના સુખના ખેતરમાં, શાને દર્દની ખીલી તો ઠોકી
મંદ મંદ વહેતા જીવનના શીતળ પવનની શીતળતા શાને હરી લીધી
સમય જોઈ સ્વાર્થ સાધી શાને આવી, અણધારી સોગઠી તેં મારી દીધી
આવી ગઈ હતી એવી તો કઈ આફત, આ છુપાવવાની કોશિશ ના કરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)