ઘનઘોર ઘનશ્યામ વાદળો, ઘનશ્યામ તારી યાદ તો એ આપી જાય
ચમકતી વીજળીના ચમકાર, ઘનશ્યામ તારી ચમકતી આંખની યાદ આપી જાય
છમછમ વરસતા મેહુલિયા તો, ઘનશ્યામ તારી મીઠી મુરલીની યાદ આપી જાય
વાદળના ગડાગડાટ તો જીવનમાં, ઘનશ્યામ તારા વિરહના તાલ સંભળાવી જાય
રસ ટપકતી ઝરમર વર્ષાની જેમ, તારા ભાવની વર્ષા, ભાવના સાગરમાં ભળી જાય
ધરતીમાંની મંદ મંદ સુગંધ, ઘનશ્યામ તારી સુગંધ તો પ્રસરાવી જાય
વાદળ પાછળ છુપાતા ચંદ્રને જોઈ, ઘનશ્યામ તારી છુપાવાની યાદ આપી જાય
ખળખળ વહેતા એ ઝરણામાંથી, ઘનશ્યામ તો મુક્ત હાસ્ય તો સંભળાય
ગુંજન કરતા પક્ષીઓના ગુંજારવમાંથી ઘનશ્યામ ગોપગોપીઓના તો ગુંજન સંભળાય
યાદ ભરી છે જ્યાં આટલી તારી ઘનશ્યામ હૈયું ત્યાં ભાવ વિનાનું ના રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)