કરું છું દર્દભરી વિનંતિ પ્રભુ તને આજ, રાખજે હૈયાં પર મારા, સદા તારું રાજ
જાજો ભૂલી બધા દોષો તો મારા, થાતા ના મારા ઉપર, તમે કદી પણ નારાજ
જગના અણુએ અણુમાં છો જ્યાં વ્યાપ્ત તમે, મારા હૈયાંમાં પ્રભુ હવે તો વિરાજ
દોડયા દોડયા જગમાં બધે તમે તો પ્રભુ, દોડયા જગમાં બધે તમે ભક્તોને કાજ
આજકાલ કરતા જન્મો વીત્યા, મળ્યા ના દર્શન તમારા, દેજો દર્શન પ્રભુ હવે તો આજ
રાખી છે અનેક વખત જીવનમાં તેં તો પ્રભુ, રાખી છે જગમાં પ્રભુ તેં તો મારી લાજ
જીવનના નર્તન કેરા નર્તનમાં તો પ્રભુ, જાઉં છું ભૂલી, સાનભાન ને કામકાજ
સ્થિરતા કાજે જીવનમાં, આવી ગયો છે નાકે દમ તો મારો, છે એકરાર મારો આજ
સઘન યત્નો કર્યા મેં મારી રીતે પ્રભુ, રહી ગઈ છે તોયે, ત્રૂટિ એમાં તારા દર્શન કાજ
સજવા સાજ જીવનમાં કેવાં મારે તો પ્રભુ, જીવનમાં એ સજાવ, તારા દર્શન કાજ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)