રાખ્યા છે અનેક, ભરી ભરીને જીવનને તો, તારા માટે રે પ્યાલા
લીધા કેવા પ્યાલા તેં જીવનમાંથી, આધાર છે એ તારા જીવનના
છે અને હતું હાથમાં તો તારા, કયા પ્યાલા તારે એમાંથી ઊંચકવા
ઊંચક્યા તેં, મળ્યું એમાંથી તને, જેવા જીવનમાંથી તો તેં ઊંચક્યા
રહ્યું પાસે તારી તો એમાંથી, જે હાથમાંથી તારા તો ના છોડયા
ભરી છે વિવિધ પ્યાલામાં વિવિધતા, છે બધા એ જીવનના રે પ્યાલા
મસ્ત બની એવી મસ્તીમાં, બની ગઈ મસ્તી, આધાર તારા જીવનના
કદી મળ્યું સુખ, કદી મળ્યું દુઃખ, ઊંચક્યા હતા તેં ને તેં તો એ પ્યાલા
થઈ કંઈક અદલાબદલી પ્યાલાઓમાંથી, દઈ ગયા ઇશારા એ તારા જીવનના
રહ્યાં ના સ્થિર જ્યાં એ પ્યાલા, બની ગયા ત્યાં એ મુસીબતના પ્યાલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)