નાવડી કિનારે હજી ના લાંગરી (2)
દિન પર દિન રહ્યાં છે તો વીતી, નાવડી કિનારે હજી ના લાંગરી
હલેસા પર હલેસા રહ્યો છું તો મારી, નાવડી કિનારે હજી ના લાંગરી
મળ્યા આભાસ તો કિનારાના, વિપરીત પ્રવાહો ગયા કિનારાથી ઘસડી
અથાગ મહેનત ઉપર તો, ગયા વિપરીત પ્રવાહો એના પર પાણી ફેરવી
પ્રવાહોની અનુકૂળતા પ્રતિકૂળતા પર, નાવડી તો ઊંચી ને નીચી થાતી રહી
અફાટ સમુદ્રમાં નાવડી તો રહી હંકારાતી, દિશા કિનારાની તો ના મળી
સોનેરી પ્રભાતના કિરણો ગયા આકાશમાં ફૂટી, સોનેરી આશાઓ ગઈ એ જગાવી
અજાણ્યા પ્રવાહો અને દિશા વિનાની નાવડી રહી હંકારાતી, નાવડી કિનારે ના લાંગરી
મહેનતને મહેનત રહ્યો કરતો, નાવડી રહી ચાલતી, નાવડી હજી કિનારે ના લાંગરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)