કેમ થયું નહીં, કેમ થયું નહીં, રહે છે આ પ્રશ્ન, સહુના હૈયાંમાં તો રમતો
ચાલ્યા ના ચાલ્યા, બે ડગલાં મંઝિલ તરફ, આવે વિચાર, મંઝિલે કેમ ના પહોંચ્યો
જોતાં બે ડગલાં અન્યને આપણાથી આગળ, લાગે પાછળ તો હું કેમ રહી ગયો
ચાહે સુખસાહ્યબી સહુ કોઈ તો જીવનમાં, દુઃખ દર્દ દારિદ્રતાનો ભોગ કેમ બન્યો
ઘા પર ઘા વાગે સહુને જીવનમાં, થાય અચરજ સહુને જીવનમાં, કેમ એ જીરવી શક્યો
મળતાંને મળતાં રહે કંઈક દાખલા જીવનમાં, મળતાં અણધારી સહાય, બહાર નીકળ્યો
શાંત એવા સહુના હૈયાંમાં, જીવનમાં તો, અનેકવાર ગંભીર ગોટાળો તો સર્જાતો
પાત્રતા, અપાત્રતાના ભેદ, પોતા કાજે, હરહંમેશ જીવનમાં તો ભુલાઈ જાતો
આશા નિરાશાઓના ઝોલે ચડે જીવન તો જ્યાં, પ્રશ્ન હૈયાંમાં તો આ જાગી જાતો
કોણે કર્યો નથી સામનો આ પ્રશ્નનો, કોને જાગ્યો નથી આ પ્રશ્ન, સહુના હૈયાંમાં એ જાગી જાતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)