આવીને સામે તો તારી, છે એ તો ઊભું, કરતા તૈયારી, ના જ્યાં એને તેં રોક્યું
ચડાવીને બાંયો, રહ્યું છે તને એ જોતું, કરવા સામનો તૈયાર, પડશે તારે રહેવું
કરી અવગણના શરૂ શરૂમાં તેં એની, મોંઘું હવે તને એ તો પડયું
તારીને તારી ભૂલોને તેં તો ના સુધારી, ભોગ એનો તારે બનવું પડયું
નથી લઈ શક્તો હવે એને તારા કાબૂમાં, દુઃખ એનું હવે શાને તને લાગ્યું
બની ગયું રૂપ હવે એનું એવું બિહામણું, ગયો પડી વિચારમાં હવે શું કરવું
કાબૂ બહાર જીવન એમાં બન્યું, જીવન તો તમાશો એમાં તો બની ગયું
તારી ને તારી આળસ ને ખોટા અહંનું, પરિણામ તો તારે ભોગવવું પડયું
ફરીશ જીવનમાં તો જ્યાં જ્યાં તું, આવીને રહેશે તારી સામે એ તો ઊભું
નથી કાંઈ હવે તો કોઈ છૂટકો, તારા જીવનમાં જ્યાં સામે આવીને તો છે ઊભું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)