કારણોને કારણો ગોતતાંને ગોતતાં, કારણો ગોતવામાં પાવરધા બની ગયા
કારણો વિનાના ગોત્યાં કારણો, કદી કારણો પણ ઊભા કરી દીધા
કારણોની સૃષ્ટિમાં જ્યાં પ્રવેશ્યાં, જવાબદારીની અવગણના કરતા થઈ ગયા
નાંખી ના દૃષ્ટિ સાચા કે ખોટા કારણો ઉપર, દઈ કારણો ખુશ થઈ ગયા
લીધી ના તસ્દી, ઊતર્યા ગળે કારણો કે નહીં, દઈ કારણો સંતોષ લઈ બેઠાં
જાય ના દિન એવો ખાલી કારણ વિના, કારણોને કારણ તો દેતા ગયા
હરેક ચીજને તો છે કારણ એનું, કારણોને કારણ પાછળ જીવનમાં પડી ગયા
સીધું કે આડું, કારણ એ તો કારણ, કારણને કારણ, ગોતતાંને ગોતતાં રહ્યાં
સુખ દુઃખ જીવનના ગોત્યાં તો કારણો, કંઈકના મળ્યા મેળ, કંઈકના તો ના મળ્યા
હરેક કર્મના, હરેક કર્તવ્યના ગોત્યાં કારણો, મનને વ્યસ્ત એમાં કરતા રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)