અનેકવાર ઘૂંટયો તેં સંસારનો અનંત એકડો, અનંત સંસારની સંખ્યા મળશે
ઘૂંટ જીવનમાં તું પ્રેમનો અનંત એકડો, ઘૂંટાતા જગ જિતાશે, પ્રભુ પણ જિતાઈ જાશે
ઘૂંટતોને ઘૂંટતો જાશે પ્રેમનો અનંત એકડો, ત્યાં અનંત દુઃખો એ તો હરશે
અનંત દુઃખો જ્યાં હરતાં જાશે, જીવનમાં અનંત સુખના કિરણો ત્યાં ફૂટશે
ઘૂંટતોને ઘૂંટતો રહેશે જો અનંત સંસારના એકડા, મુક્ત થાવું મુશ્કેલ ત્યાં બનશે
સમાવી લેશે પ્રેમનો અનંત એકડો, અનેક એકડા એમાં, અનેક સંખ્યા એમાં ઘટશે
ઘૂંટતોને ઘૂંટતો રહેશે જે અનંત એકડો, રીઢોને રીઢો એમાં તો તું બનશે
પ્રેમના એકડા વિના ઘૂંટજે ના તું બીજા એકડા, એ એકડો તો, પ્રભુને તો ગમશે
ઘૂંટવાના છે અનંત એકડા એવા, જેમાં સંસારના અનંત એકડા તો તૂટી જાશે
ઘૂંટતો ના હવે તું સંસારના એકડા, અનંત જન્મો એમાં તો વીતી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)