માણવી હતી મૌનની મોજ મારે, ઊતર્યો હું તો, મારીને મારી અંદર
લેવું હતું ના કંઈ તો સાથે, લેવા ના હતા કોઈને સાથે, મારે મારી અંદર
હતો ત્યાં તો મૌનનો સાગર, ઊછળતા ના હતા, કોઈ મોજા એની અંદર
હતો અમાપ શાંતિનો સાગર, હતો એ તો મૌનના સાગરની અંદર
મોજમાંને મોજમાં તો મસ્ત બની, ગયો ખોવાઈ એમાં હું મારી અંદર
હતો ચારે બાજુ મૌનનો સાગર, તરી રહ્યો હતો હું તો એની અંદર
બની ઇંદ્રિયો મૌન, બન્યા વિચારો મૌન, બની ઇચ્છાઓ મૌન એની અંદર
નજરમાં વસી ગયું જ્યાં એ મૌન, મૌન વિના રહ્યું ના ત્યાં બીજું એની અંદર
સમય બની ગયો ત્યાં મૌન, તરી રહ્યો હતો સમય મૌનની અંદર
નીકળવું ના હતું મૌનની બહાર, બની મૌન ખેંચ્યું બધું એની અંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)